કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહ 20 એપ્રિલ શુક્રવારના રોજ 1 દિવસીય સેલવાસની મુલાકાતે આવી રહ્યાં છે. રાજનાથસિંહના હસ્તે 120 કરોડના વિકાસ કાર્યનું લોકાર્પણ અને શિલાન્યાસ કરવામાં આવશે. જેમાં પાટનગર સેલવાસ ખાતે રૂપિયા 7 કરોડના ખર્ચે બનાવાયેલ અતીઆધુનિક સ્પોર્ટકોમ્પ્લેક્સ ઇનડોર ગેમ અને જીમ સહિત તરણકુંડને ખુલ્લો મુકશે. ઔધોગિક નગરી દાદરા ખાતે આર્થિક રીતે નબળા કામદારોને ભાડે રહેવા માટે કિફાયતી દરે "સ્પર્શ" લેબર હાઉસિંગ કોમ્પ્લેક્સ ખાતે 48 ફ્લેટનું લોકાર્પણ કરશે. જેમનો ખર્ચ 5.50 કરોડ છે. "સ્વાભિમાન" યોજના અંતર્ગત ગર્ભવતી, ધાત્રી માતા અને 11 થી 14 વર્ષની છોકરીઓને સંકલિત પોષણ આહારના 6000 થી વધુ લાભાર્થીને ન્યૂટેશન ફૂડ કીટનું વિતરણ થશે. કૌંચા દૂધની પેટલાદની જીવાદોરી સમાન હાઈ લેવલ પુલ દમણગંગા નદી પર નિર્માણ થશે. જેનો શિલાન્યાસ રાજનાથસિંહ સભા સ્થળથી કરશે. રૂ.54.73 કરોડ વાળી યોજના થકી કોઉંચા, જમાલપાડા, ગુણસા. દૂધની લોકો ની પરિવહન સમસ્યાનો અંત આવશે. સેલવાસ આમલી વોટર સપ્લાય યોજના 37 કરોડના ખર્ચ બનશે. સેલવાસ આમલી સિવરેજ સિસ્ટમનો બીજા ફેઝની યોજના રૂપિયા 15.59.કરોડનું ખાતમુર્હત થશે. કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહ સંઘ પ્રદેશની પ્રથમ મુલાકાતે હોય વહીવટીતંત્ર તૈયારીને આખરી ઓપ અપાય રહ્યો છે. કાયદો અને વ્યવસ્થા ના ભાગ રૂપે એન.એસ.જી. બ્લેક કમાન્ડો અને સી.આર.પી.એફ.ની 2 ટુકડી ઉપરાંત નગર હવેલી પોલીસ બંદોબસ્તમાં જોડાશે.