દેશના ગૃહમંત્રી રાજનાથ સિંહે ઈદના દિવસે જ કાશ્મીરમાં થયેલી પથ્થરમારા તથા સીમા પારના ગોળીબાર સહિતની ઘટનાઓ અંગે કોઈ સીધો જવાબ આપવાને બદલે કહ્યું કે આ બાબતે હું કાલે જવાબ આપીશ. તેઓ દિલ્હીમાં એક કાર્યક્રમમાં પહોંચ્યા ત્યારે કાશ્મીર સરહદે પાકિસ્તાન તરફથી થઈ રહેલી ગોળીબારની ઘટના અંગે પત્રકારોએ પૂછેલા પ્રશ્નના ઉત્તરમાં તેમણે આવો જવાબ આપ્યો હતો.