કેન્દ્રીય મંત્રી અમિત શાહે સ્વાસ્થ્યને લઇને છેલ્લા કેટલાક દિવસથી અફવાઓ ફેલાઇ રહી છે. ત્યારે ખૂદ દેશના ગૃહમંત્રી અમિત શાહે પોતાના સ્વાસ્થ્યને લઇને જાણકારી આપી હતી. સાથે જ અફવાઓનો અંત લાવતા તેમણે જણાવ્યું હતું કે, તેઓ સંપૂર્ણ સ્વસ્થ છે.
અમિત શાહે માહિતી આપી છે કે તે સંપૂર્ણપણે સ્વસ્થ છે અને તેમને કોઈ પણ પ્રકારનો રોગ નથી. આ સાથે અમિત શાહે વધુમાં કહ્યું કે, કોરોના વાયરસ રોગચાળાના આ સમયમાં મોડી રાત સુધી કામ કરવાને કારણે, તેઓએ આ બધા તરફ ધ્યાન આપ્યું ન હતું.
અમિત શાહે પોતાના સત્તાવાર ટ્વીટર એકાઉન્ટ પર એક ટ્વીટ કરીને પોતાના સ્વાસ્થ્યને લઇને જાણકારી આપી હતી. તેમણે કહ્યું કે, 'છેલ્લા ઘણા દિવસોથી કેટલાક મિત્રોએ સોશિયલ મીડિયા દ્વારા મારા સ્વાસ્થ્ય વિશે ઘણી વાતો કરી હતી. તો ઘણા લોકોએ મારા મૃત્યુને લઇને ટ્વીટ કરીને દુઆ માગી.
આ સાથે જ મારી પાર્ટીના લાખો કાર્યકર્તાઓ તથા મારા શુભચિંતકોએ આ મામલાને ધ્યાને લઇને ખૂબ ચિંતા વ્યક્ત કરી તેમની ચિંતાને હું નજર અંદાજ નથી કરી શકતો અને એટલે આજે હું સ્પષ્ટતા કરી રહ્યો છું કે, હું સંપૂર્ણ સ્વસ્થ છું.