આર્થિક વિકાસદરમાં આવેલી મંદી અને ગ્રાહકોની ખર્ચશક્તિ વધારવા ભારતીય રિઝર્વ બેન્કે ગુરુવારે મહત્ત્વના ગણાતા વ્યાજદર રેપોરેટમાં ૨૫ બેઝિસ પોઇન્ટનો ઘટાડો કર્યો છે. રિર્ઝવ બેન્ક દ્વારા વ્યાજદરમાં આ સતત ત્રીજો ઘટાડો કરાયો છે. ગુરુવારે રિઝર્વ બેન્કની મોનેટરી પોલિસી કમિટીએ રેપોરેટ ૬ ટકાથી ઘટાડીને ૫.૭૫ ટકા કરવાની જાહેરાત કરી હતી. આરબીઆઈએ રિવર્સ રેપોરેટમાં પણ ૨૫ બેઝિસ પોઇન્ટનો ઘટાડો કરતાં ૫.૭૫ ટકાથી ઘટીને ૫.૫૦ ટકા પર પહોંચ્યો છે. આરબીઆઈની મોનેટરી પોલિસી કમિટીએ હવે તેના ન્યુટ્રલ વલણને બદલીને એકોમોડેટિવ કર્યું છે, જેનો અર્થ એ થાય છે કે રિઝર્વ બેન્ક વ્યાજદરમાં ઘટાડાની તરફેણ કરે છે. છેલ્લે ૨૦૧૩માં આરબીઆઈ દ્વારા આટલી ઝડપથી વ્યાજદરોમાં ઘટાડો કરાયો હતો.