જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીમાં સુરનકોટથી ભાજપના ઉમેદવાર મુસ્તાક બુખારીનું નિધન થયું છે. 75 વર્ષીય બુખારી છેલ્લા કેટલાક સમયથી બીમાર હતા. તેમણે બુધવારે સવારે પૂંછ જિલ્લાના સુરનકોટના પમરોટ વિસ્તારમાં પોતાના નિવાસસ્થાને અંતિમ શ્વાસ લીધા હતા. પીડીપીના વરિષ્ઠ નેતા અને મેંધાર વિધાનસભાના પક્ષના ઉમેદવાર એડવોકેટ નદીમ રફીક હુસૈન ખાન અને અન્ય પક્ષોના નેતાઓએ બુખારીના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.