ટ્રાન્સપોર્ટરોની દેશવ્યાપી હડતાળ (Transporter Strike) બાદ કેન્દ્ર સરકારે હિટ એન્ડ રનની નવી જોગવાઈને હાલ લાગુ ન કરવાનો નિર્ણય લેવાયો છે. આ નિર્ણય બાદ ટ્રાન્સપોર્ટરોએ હડતાળ પરત ખેંચી છે. નવી જોગવાઈના કારણે બસ અને ટ્રક ડ્રાઈવરો હડતાળ પર ઉતરી આવ્યા હતા, જેના કારણે જનજીવન પર અસર થઈ હતી. હવે આ મામલે સરકાર અને ટ્રાન્સપોર્ટર્સ વચ્ચે હાલ સમાધાન થઈ ગયું છે. સરકારે નવી જોગવાઈ મોકુફ રાખતા ટ્રાન્સપોર્ટરોએ હડતાળ પરત ખેંચી છે. અગાઉ અખિલ ભારતીય પરિવહન કોંગ્રેસની બેઠક અંગે કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લાએ કહ્યું કે, ‘અમે આજે અખિલ ભારતીય પરિવહન કોંગ્રેસના પ્રતિનિધિઓ સાથે ચર્ચા કરી હતી.’