સાબરમતી નદી પર આવેલા બ્રિજ શહેરને જોડવાનું કામ કરે છે. નદી પર બ્રિજ બાંધવામાં ન આવ્યા હોત, શહેરીજનો ખૂબ જ મુશ્કેલીઓ ઉભી થઈ હોત. શહેરના જુના લોકો તેને લક્કડિયો પુલ પણ કહે છે. પોલાદમાંથી બનાવવામાં આવેલો આ પુલ એટલો મજબુત બનાવવામાં આવ્યો છે કે તે એક સદી પછી પણ અડીખમ ઉભો છે. અમદાવાદના એ જમાનાના ઉત્તર વિભાગના કમિશ્નર બેરો એલિસના નામ પરથી પુલનું નામ પડ્યું હતું. એલિસબ્રિજના લોખંડના પિલર, ગડર અને કમાનોએ અનેક જમાના જોયા છે. સાબરમતીમાં વહેતા પાણી, પુર ઝંઝાવત અને તોફાનોનો પણ સાક્ષી રહ્યો છે. સાબરમતી નદીમાં પુર આવવાના લીધે પુલની કમાનો તૂટી ગઈ હતી એટલે લક્કડિયા પુલ તરીકે જાણીતો એલિસબ્રિજ અસલ રહ્યો નથી.
અસલ એલિસબ્રિજ 1869-70માં બનાવવામાં આવ્યો હતો
બરો એલિસના નામ ઉપરથી એલિસબ્રિજ નામ પડ્યું હતું. અલગ એલિસબ્રિજ તો 1869-70માં બનાવવામાં આવ્યો હતો. સરકારે એ જમાનામાં પુલ બનાવવા માટે સરકારે 5,49,210 રૂપિયાનો ખર્ચ કર્યો હતો. વર્તમાન સમયમાં 50 કરોડ બરાબર થાય છે.
વર્ષ 1857માં સાબરમતી નદીમાં ભયાનક પૂર આવ્યું હતું
આ જૂનો એલિસબ્રિજ બંધાયા બાદ પાંચ જ વર્ષમાં એટલે કે 1857માં સાબરમતી નદીમાં ભયાનક પૂર આવ્યું હતું. ઉપરવાસમાં ભારે વરસાદ પડવાથી નદીમાં ધસમસતા પાણી કિનારો છોડીને અમદાવાદ શહેરમાં પ્રવેશી ગયું હતું. શહેરનો ખાનપુર, લાલ દરવાજા, ત્રણ દરવાજા અને ભદ્ર પાસે સુધી ધસમસતા પાણી ફરી વળ્યા હતા.
પુલમાં 60 ફૂટની 33 કમાનો બનાવવામાં આવી હતી
આ બ્રિજનું બાંધકામ લાકડાનું હોવાથી તેનું લક્કડિયો પુલ નામ પડ્યું. પુલની જાળવણીનું કામ મ્યુનિસિપાલિટીને સોંપાયું હતું. અમદાવાદ શહેરના કોટ વિસ્તારને નદી પારના ગામો સાથે જોડતો આ જ એક માત્ર રસ્તો હતો.
એલિસબ્રિજ તૈયાર કરવામાં ઘણું ખરું બાંધકામ લાકડાનું હોવાથી તેનું લક્કડિયો પુલ નામ પડી ગયું હતું
એલિસબ્રિજની કમાનો પાણીમાં તણાઈ ગઈ હતી
અમદાવાદમાં ખૂબ ભારે પૂર આવ્યું હતું. શાહીબાગ પાસેના રેલવે પુલ સાથે પૂરમાં ઝાડ તણાઈ આવેલું. મોટું ઝાડ અથડાયું અને રેલવે પુલ તૂટી ગયો. ભંગાર પૂરથી તણાતો-તણાવો એલિસબ્રિજ સાથે અથડાયો, મોટો ધડાતો થયો. એલિસબ્રિજ સાથે અથડાતા ગયા એની કમાનો એક-એક કરી છૂટી પડી ગઈ અને પાણીમાં તણાઈ ગઈ.