ગુજરાતની સંસદીયા ઈતિહાસની વિરલ ઘટના ગઈકાલે બની હતી. ગુજરાત વિધાનસભા ગૃહના છેલ્લા દિવસે કાર્યવાહી સૌથી લાંબા સમય સુધી સુધી ચાલવાનો રેકોર્ડ બન્યો છે. રાજ્યના ઈતિહાસમાં પહેલીવાર વિધાનસભા સત્ર મધરાત સુધી પણ ચાલ્યું હતું. ચૌદમી વિધાનસભાના ચોથા સત્રનો છેલ્લો દિવસ 12 કલાક 08 મિનીટથી વધુ સમય સુધી ચાલ્યો હતો. એટલે કે સવારે 10 વાગ્યે શરૂ થયેલું ગૃહ મોડી રાત્રે 3.40 કલાક સુધી ચાલ્યું હતું. જેને પગલે ધારાસભ્યો માટે ખાસ ભોજન વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. રાજ્યની આ તંદુરસ્ત-બેજોડ લોકશાહી પરંપરાને મૂર્તિમંત કરવા બદલ અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ સૌને અભિનંદન પાઠવ્યા હતા.
ગુજરાતની સંસદીય પ્રણાલીકાનો આજે ઐતિહાસિક દિવસ રહ્યો છે. શુક્રવાર, તારીખ ૨૭મી જુલાઈ, ૨૦૧૯ની મધ્યરાત્રિએ બાર વાગ્યેને આઠમી મિનિટે આ ઇતિહાસ રચાયો હતો. આ દિવસે ચૌદમી વિધાનસભાનું ચોથું સત્ર સતત બાર કલાક અને નવ મિનીટથી વધુ સમય સુધી ચાલ્યું હતું.