ભારતને અંગ્રેજોએ સત્તા સોંપી અને ભારત-પાકના ભાગલા થયા તે પહેલા એચ.એમ.પટેલ અનેચૌધરી મહંમદ અલીએ ભારત-પાકના ભાગલાનો રોડમેપ તૈયાર કરેલો. તે માટે તૈયાર કરેલો દસ્તાવેજ- ‘’એડમિનિસ્ટ્રેટિવ કોન્સિક્વન્સ ઓફ પાર્ટિશન’’ એચ.એમ.પટેલના દિકરી અમૃતા પટેલે સાબરમતી આશ્રમને સોંપ્યો. સંશોધકોને ઉપયોગી થાય તેવા આ દસ્તાવેજોમાં પટેલના ભાષણો, ભાગલાના દસ્તાવેજ અને સરદાર પટેલ વિશે તેમને બનાવેલી ફિલ્મને લગતી સ્ક્રિપ્ટ છે.