શેરબજાર (Stock Market) ઈતિહાસ બનાવી દીધો છે. સેન્સેક્સે બુધવારે બજારની શરૂઆત થતાં જ પહેલીવાર 80000નો આંકડો વટાવ્યો હતો. વિશ્વ સ્તરે પોઝિટિવ સંકેતો વચ્ચે ભારતીય ઈન્ડેક્સમાં જોરદાર તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે અને નિફ્ટી ઈન્ડેક્સ પણ આ સાથે 24250ની સપાટીને સ્પર્શી ગઈ હતી. બેન્કોના સ્ટોક્સમાં જોરદાર ખરીદી જોવા મળી રહી છે.