સુપ્રીમ કોર્ટની પાંચ સભ્યોની બેન્ચે જમ્મુ અને કાશ્મીરમાં કલમ 370ની જોગવાઈઓને નાબૂદ કરવાને પડકારતી અરજીઓ પર ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. CJI DY ચંદ્રચુડે કહ્યું કે કલમ 370 નાબૂદ કરવાનો આદેશ બંધારણીય રીતે માન્ય છે. જમ્મુ અને કાશ્મીરની બંધારણ સભાની ભલામણ ભારતના રાષ્ટ્રપતિ માટે બંધનકર્તા નથી. CJIએ કલમ 370 નાબૂદ કરવાના નિર્ણયને બંધારણીય રીતે યોગ્ય ગણાવ્યો હતો.