શું સરકાર બંધારણની કલમ 39 (બી) અંતગર્ત કોઇપણ વ્યક્તિ કે સમુદાયની અંગત સંપત્તિને સમાજના નામે પોતાના કંટ્રોલમાં લઇ શકે છે? આ મહત્વપૂર્ણ સવાલ પર સુપ્રીમ કોર્ટે પોતાનો ચુકાદો સંભળાવી દીધો છે. સુપ્રીમ કોર્ટના 9 જજોની મોટી બેન્ચે આજે મંગળવારે પોતાના મહત્ત્વપૂર્ણ ચુકાદામાં કહ્યું કે સરકાર તમામ ખાનગી સંપત્તિનો ત્યાં સુધી ઉપયોગ ન કરી શકે, જ્યાં સુધી જાહેરહિત જોડાયેલ ન હોય.