ભારતના ઈતિહાસનો સુવર્ણ દિવસ માનવામાં આવશે. આજે લોકસભામાં ઈતિહાસ સર્જાયો છે. કેન્દ્ર સરકારે મંગળવારે લોકસભામાં મહિલા અનામત (નારી શક્તિ વંદન) બિલ રજૂ કર્યું હતું. ત્યારે આજે (બુધવાર) ચર્ચા બાદ મહિલા અનામત બિલ પર ચિઠ્ઠીઓથી મતદાન થયું હતું. સાંસદોએ વોટિંગ કર્યું હતું, ત્યારબાદ મતગણતરી હાથ ધરાઈ હતી. જેમાં મહિલા અનામત બિલ બહુમતિથી પસાર થયું છે. લોકસભામાં બે-તૃત્યાંશ બહુમતિથી બિલ પાસ થયું. મહિલા અનામત બિલના પક્ષમાં 454 મત પડ્યા અને વિરોધમાં 2 મત પડ્યા