પૂર્વ કોંગ્રેસ નેતા અને ડેમોક્રેટિવ પ્રોગ્રેસિવ પાર્ટીના પ્રમુખ તથા જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ગુલામ નબી આઝાદનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં ગુલામ નબી આઝાદ જમ્મુ કાશ્મીરના લોકોને કહી રહ્યા છે કે, હિન્દુ ધર્મ ઈસ્લામથી જુનો છે અને તમામ મુસલમાન પહેલા હિન્દુ જ હતા. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલો ગુલામ નબી આઝાદનો વીડિયો જમ્મુ કાશ્મીરના ડોડા જિલ્લાનો છે. ગુલામ નબી આઝાદ 9 ઓેગસ્ટે અહીં ભાષણ આપવા પહોંચ્યા હતાં. વીડિયોમાં આઝાદ કહે છે કે ઈસ્લામનો જન્મ 1500 વર્ષ પહેલા થયો હતો. ભારતમાં કોઈ પણ બહાર નથી. આપણે બધાં આ જ દેશના છીએ. ભારતના મુસલમાનો મૂળ હિન્દુ હતા, તેઓ બાદમાં કન્વર્ટ થઈ ગયા.