પાકિસ્તાનમાં હિન્દુઓનું બળજબરીથી ધર્માંતરણ કરવામાં આવી રહ્યું છે. જેના વિરોધમાં હિન્દુઓ દ્વારા રેલી કાઢવામાં આવી હતી. પાકિસ્તાનના કરાચી પ્રેસ ક્લબ અને સિંધ વિધાનસભા બહાર આ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેનું આયોજન પાકિસ્તાન દરવાર ઇત્તેહાદ (પીડીઆઇ) નામના હિન્દુ સંગઠન દ્વારા કરવામાં આવ્યું હતું.