રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે (RSS chief Mohan bhagwat)કેરળની બે દિવસીય મુલાકાત દરમિયાન પઠાણમથિટ્ટા હિન્દુ ધર્મ સંમેલનને સંબોધિત કર્યું. આ દરમિયાન તેમણે કહ્યું કે તેમાં કોઈ શંકા નથી કે હિન્દુ સમાજ (Hindu society)વિશ્વનો ગુરુ બનશે. તેમણે કહ્યું કે હિન્દુ સમાજને પોતાનું જીવન ચાલુ રાખવા માટે હિન્દુ એકતાની જરૂર છે, તેમાંથી શક્તિ નીકળશે, આ સાબિત કરવા માટે અન્ય કોઈ દલીલની જરૂર નથી. દુનિયામાં એક નિયમ છે. જે સમાજ સંગઠિત છે તે સમૃદ્ધ થાય છે. જે સમાજ વિભાજિત છે. સંગઠિત નથી તેનું પતન થાય છે, ઇતિહાસ અને વર્તમાન બંને આ વાતના સાક્ષી છે.