ઉત્તરપ્રદેશના લખનૌમાં હિન્દુ સમાજ પાર્ટીનાં નેતા કમલેશ તિવારીની ચાકુ મારીને હત્યામાં સુરતનું (Surat) કનેક્શન સામે આવ્યું છે. આ કેસમાં ગુજરાત એટીએસએ સુરતમાંથી 3 લોકોની ધરપકડ કરી છે. રસીદ પઠાણ, ફૈઝાન પઠાણ, મૌલવી મોહસીન શેખની સુરતમાંથી ધરપકડ કરવામાં આવી છે. આ લોકોએ હત્યા માટે સુરતમાંથી જ પિસ્તોલ ખરીદી હતી. હવે આ હત્યાની તપાસ એનઆઈએને સોંપી શકાય છે. મહત્વનું છે કે સુરતમાં પકડાયેલા બે આતંકી ઉમેદ અને કાસીમે આઈએસઆઈએસે તિવારીને મારવાની ધમકી આપી હોવાનું તે સમયે એટીએસને જણાવ્યું હતું. ગુજરાત એટીએસ ઉત્તરપ્રદેશ પોલીસના સંપર્કમાં છ અને જરૂર પડશે તો હાલમાં સાબરમતી જેલમાં બંધ બન્ને આતંકીઓની પૂછપરછ પણ કરશે.
કેમ કરી હત્યા?
આ મામલે મળતી માહિતી પ્રમાણે, કમલેશ તિવારીએ વર્ષ 2015માં મોહમ્મદ પયગંબર વિરુદ્ધમાં અપશબ્દો બોલ્યાં હતાં. ત્યારથી આ લોકોએ મગજમાં તેમની હત્યા કરવાનું નક્કી કર્યું હતું. જે બાદ સુરતનાં ત્રણ લોકો મૌલવી મોહસીન શેખ, શહેજાદ પઠાણ અને રશીદ પઠાણ અને ફાયરિંગ કરનાર અસફાક શેખ તથા અન્ય એક વ્યક્તિ એટલે કુલ પાંચ લોકો ભેગા થઇને આ હત્યાનું કાવતરૂં ઘડી રહ્યાં હતાં. જેમાંથી ત્રણ લોકોની ધરપકડ કરી લીધી છે જ્યારે શાર્પ શૂટર અસફાક શેખ અને અન્ય એક વ્યક્તિની શોધખોળ ચાલી રહી છે.