ગીર સોમનાથના માધરવરાય મંદિરના મહંત રીષીગીરી રાજનગીરી ગોસ્વામી સામે દુષ્કર્મનો આરોપ લાગ્યો છે. એક પરિણીતાએ મહંત પર દુષ્કર્મ આચર્યાનો આરોપ મુક્યો છે. તાલાળાના આંકોલવાડીની વતની અને પ્રાંચી ગામે સાસરે રહેતી બે સંતાનની માતા એવી યુવતીએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું કે, મહંતે તેનો ફાયદો લઈ લગ્નની લાલચ આપી મંદિરના ઉપરના માળે ગાદીપતિના રૂમમાં બળજબરીથી મારી સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો.