ડો ધીમંત પુરોહિત
લગભગ અઘોષિત હિંદુ રાષ્ટ્ર બની ગયેલા મોદીના હિન્દુસ્તાનમાં હિન્દુને કોઈ ગુલામ, લૂંટારુ, ચોર કે કાળું કહે તો એની શી વલે થાય? થોભો આ હું નથી કહેતો. ગુજરાત અને ગુજરાતીમાં સૌથી પ્રતિષ્ઠિત જ્ઞાન કોશ કમ શબ્દ કોશ ‘ભગવદ્ગોમંડળ’માં ‘હિંદુ’ શબ્દનો આ અર્થ આપેલો છે. ‘ભગવદ્ગોમંડળ’, પુનર્મુદ્રણ ૧૯૮૬, પ્રવીણ પ્રકાશન, રાજકોટ, ભાગ – ૯, પાના નંબર : ૯૨૧૬.
‘ભગવદ્ગોમંડળ’ મૂળે તો ગોંડલનાં વિદ્વાન અને પ્રજાવત્સલ રાજા ભગવદ્સિંહનું ભવ્ય સર્જન. એ સાંજે ફરવા નીકળતા ત્યારે પણ ખિસ્સામાં છુટ્ટા પૈસા રાખતા અને રસ્તામાં સામે મળતા લોકોને નવા નવા શબ્દો પૂછતા અને નવો શબ્દ આપે એને એ જમાનાનાં રણકતા સિક્કા આપતા. એમના સેવક ચંદુભાઈ પટેલે જુના નવા બધા શબ્દોનું સંપાદન કરીને ૧૯૪૪ થી ૧૯૫૫ દરમ્યાન ગુજરાતી ભાષાની યશ કલગી સમાન ‘ભગવદ્ગોમંડળ’નાં નવ ભાગ પ્રકાશિત કર્યા. આ આખી કથા જાણવા તો તમારે અમારા રજનીકુમાર પંડ્યાનો ઝબકાર શ્રેણીનો લેખ વાંચવો પડે.
ગૂજરાત વિદ્યાપીઠનો સાર્થ જોડણી કોશ માત્ર જોડણી પુરતો શબ્દ કોશ હતો, જયારે ‘ભગવદ્ગોમંડળ’ તો ગુજરાતી ભાષામાં આ પ્રકારનો સર્વ પ્રથમ જ્ઞાન કોશ હતો. મહારાજ ભગવદ્સિંહ, ચંદુભાઈ પટેલ અને એમની કોશ કચેરીની ૨૬ વર્ષની મહેનતના પરિણામે પ્રગટ થયેલા નવ ગ્રંથોના કુલ ૯,૦૦૦ થી વધુ પૃષ્ઠોમાં ૨,૮૧,૩૭૭ શબ્દોના ૮,૨૧,૮૩૨ અર્થો અને ૨૮,૧૫૬ રુઢિપ્રયોગોનો સંગ્રહ છે. સામાન્ય રીતે હળવાશથી કહેવાય છે, કે ગુજરાતીમાં દરેકે શબ્દના બે અર્થ હોય છે, જયારે અહી તો દરેક શબ્દના સરેરાશ ચાર ચાર અર્થ છે.
આમ છતાં, એક હિંદુ રાજવીએ ‘હિંદુ’ શબ્દનો સાવ આવો અર્થ કેમ આપ્યો હશે? તમને સવાલ થવો જોઈએ. મને તો થયો. મેં અભ્યાસ કર્યો તો ખબર પડી, કે ગુજરાતી, હિન્દી કે સંસ્કૃતના જુના ગ્રંથોમાં ‘હિંદુ’ શબ્દ જ નથી તો અર્થનો તો સવાલ જ નથી. આપણા અભ્યાસુ કટાર લેખક નગીનદાસ સંઘવી કહી ગયા છે, કે સંસ્કૃતમાં ક્યાય ‘હિંદુ’ શબ્દ જ નથી. સ્વામી ધર્મબંધુએ વધુ વિગતવાર અભ્યાસ કરીને શોધ્યું, કે વેદ, ઉપનિષદ, પુરાણ કે પ્રાચીન ધર્મગ્રંથોમાં, રામાયણ, મહાભારત કે સંસ્કૃત સાહિત્યમાં પણ ક્યાય ‘હિંદુ’ શબ્દ મળતો જ નથી. આર્ય શબ્દ છે. હિંદુ નહિ.
સ્વામી ધર્મબંધુના અભ્યાસ મુજબ, સૌપ્રથમ આપણને હિંદુ તરીકે સંબોધ્યા આરબોએ, બાદમાં મુસલમાનોએ અને બ્રિટીશરોએ. એટલે, હિંદુ બીજા લોકોએ આપણને આપેલી ઓળખ છે, આપણે પોતે આપણને આપેલી કે ઉભી કરેલી નહિ. એમાં પણ હિંદુ પ્રજાની વાત હતી, હિંદુ ધર્મની નહિ. પછી સાદી સમજ એ બની, કે હિંદુ લોકો જે ધરમ રીત રીવાજ પાળે, તે હિંદુ ધર્મ.
જો કે, ‘હિંદુ’ શબ્દનો અનર્થ કરવામાં ભગવદ્સિંહ, ચંદુભાઈ પટેલ કે એમની કોશ કચેરીનો કોઈ વાંક નથી. એ વખતે એમણે કોઈ ફારસી શબ્દ કોષમાંથી ‘હિંદુ’ શબ્દનો અર્થ લીધો હશે, જે મુસ્લિમ દદ્રષ્ટિકોણથી ‘ગુલામ, લુટારુ કે ચોર અને કાળું’ એવો આપેલો છે. ‘ભગવદ્ગોમંડળ’ના વખાણ તો બધા બહુ થયા, પણ એનો વ્યવસ્થિત અભ્યાસ ભાગ્યે જ કોઈએ કર્યો. એટલે જ આટલા મોટા અનર્થ તરફ કોઈનું ધ્યાન ના ગયું.
પ્રવીણ પ્રકાશને ૧૯૮૬મા જે ગ્રંથોનું પુનર્મુદ્રણ કર્યું, તે મૂળ ગ્રંથોના પાનાના ફોટા પાડીને મૂળ રૂપે જ છાપ્યા, કારણ કે એને ફરી કમ્પોઝ કરી છાપવા લગભગ અશક્ય હતા. આ પુનર્મુદ્રણના અકલ્પ્ય વખાણ થયા પણ એનો અભ્યાસ ભાગ્યે જ કોઈએ કર્યો અને ગુજરાતમાં ભાગ્યે જ બને એવી ઘટનામાં આ ગ્રંથો વેચાઈ પણ ગયા.
ખરી મઝા હવે થઇ. ૨૦૦૭મા એની બીજી આવૃત્તિ છાપવાની થઇ ત્યારે નરેન્દ્ર મોદીની ભાજપ સરકાર મધ્યાહને હતી. મોદી ગુજરાતી વિશ્વકોષનાં વિમોચન કાર્યક્રમોમાં આયોજકોને જાહેરમાં ખખડાવતા, કે તમારા ગ્રંથો અકબરથી શરુ થાય છે અને ઔરંગઝેબ પર પુરા થાય છે! આવા વાતાવરણમાં ‘ભગવદ્ગોમંડળ’માં ‘હિંદુ’ શબ્દના અનર્થ તરફ કોઈ હિદુવાદી વિદ્વાને ધ્યાન દોર્યું. જો કે ગ્રંથો ફરી કમ્પોઝ કરવા શક્ય જ નહોતું એને પહેલી આવૃત્તિની જેમ એની સ્કેન કોપી રૂપે જ છાપવાનાં હતા. તેમ છતાં, જુગાડ તરીકે ‘હિંદુ’ શબ્દ અને તેના અર્થ વાળો ભાગ કટ કરી, ત્યાં ‘હિંદુ’ શબ્દ અને એનો નવો અર્થ પેસ્ટ કરી દીધો. જાણકાર ના હોય એ પણ જરા ધ્યાનથી જુવે તો આસાનીથી પારખી શકે કે પેસ્ટ કરેલા ‘હિંદુ’ના ફોન્ટ અલગ છે. આટલો મોટો ફેરફાર કોઈને જાણ કર્યા વગર તદ્દન છાના માના કરાયો. ૧૩ વરસ સુધી એના પર પણ કોઈનું ધ્યાન ના ગયું.
‘ભગવદ્ગોમંડળ’ની ૨૦૦૭ની બીજી આવૃત્તિમાં ‘હિંદુ’ શબ્દનો અર્થ છે, “૧.જે ભારતને પોતાની પવિત્ર ભૂમિ માને છે, તે લોકો હિંદુ છે, ૨. જે હિંસાને દૂર કરે, તે પ્રજા હિંદુ છે, ૩. હિંદુ ધર્મનો અનુયાયી, ૪. દુષ્ટોને હણે તે લોકો હિંદુ છે.” સામાન્ય ગુજરાતી પણ કહી શકે, કે આ અર્થ ખરાબ ભલે નાં હોય, ખોટા જરૂર છે. આખરે હિંદુ શબ્દના આ અર્થ આવ્યા ક્યાંથી?
એનો ઉત્તર મેળવવા પ્રવીણ પ્રકાશનના માલિક ગોપાલભાઈ પટેલનો સંપર્ક કર્યો. એમણે ભોળા ભાવે કબુલ્યું કે, “ આપણા હિંદુ શબ્દનો આટલો ખરાબ અર્થ ચલાવી જ કઈ રીતે શકાય, એટલે અર્થ બદલી નાખ્યો.” પણ આટલો મોટો ફેરફાર કેમ અને કોની સલાહથી કર્યો? નવી આવૃત્તિનાં ‘હિંદુ’ શબ્દના નવા અર્થો કોણે કર્યા? એનો એમની પાસે કોઈ જવાબ નથી મળતો.
જો કે એક પત્રકાર શબ્દ અને સાહિત્યના ક્ષેત્રમાં ટ્રેસ પાસીંગ કેમ કરે છે? આ તો સાહિત્યકારો અને સાહિત્યના પ્રોફેસરોનું કામ નહિ? એ લોકોએ સાત દાયકા સુધી આ મામલામાં કઈ કર્યું જ નહિ એટલે મારે આ કરવું પડ્યું. આ તો કવિતા – વારતા લખી ખાનારા સાહિત્યકારો અમને – લખી લખીને અમારા આંગળા છોલાઈ ગયા છે - પત્રકારોને લેખક કે સાહિત્યકાર ગણતા જ નથી, એટલે જરા સળી કરી.