અમેરિકાના રાષ્ટ્રપતિ ઓબામાએ આશા વ્યક્ત કરી કે આગામી સમયમાં કોઈ મહિલા, હિંદુ, યહુદી કે લેટિન અમેરિકન અમેરિકાનો રાષ્ટ્રપતિ બની શકે. પત્રકાર પરીષદમાં ઓબામાને સવાલ પુછાયો કે શું ફરી કોઈ શ્યામ-વર્ણનો વ્યક્તિ રાષ્ટ્રપતિ બની શકે ? જવાબમાં ઓબામાએ આ વાક્ય કહ્યું. તેમણે કહ્યું કે જે વ્યકિતમાં કાબેલિયત છે તે આગળ વધી શકે છે એ જ અમેરિકાની તાકાત છે.