અમેરિકાની શોર્ટ સેલર ફર્મ હિંડનબર્ગ રિસર્ચે ફરી અદાણી ગ્રુપને લઈને મોટો દાવો કર્યો છે. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે સેબીના ચેરપર્સન માધ્વી પુરી બુચ પણ અદાણી ગ્રુપ સાથે મળેલા હતા. આ જ કારણ છે કે અદાણી પર થયેલ ગંભીર ખુલાસાના 18 મહિના બાદ પણ સેબી દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી રહી નથી.
સેબીના ચેરપર્સન પર અત્યંત ગંભીર આરોપ
હિંડનબર્ગ રિસર્ચે ગુપ્ત દસ્તાવેજો જાહેર કરીને દાવો કર્યો છે કે અદાણી જૂથની કથિત નાણાંકીય ગેરરીતિમાં ઉપયોગમાં લીધેલી વિદેશી ફંડ અને કંપનીઓમાં SEBI ચેરપર્સન માધ્વી પુરી બુચ અને તેમના પતિનો પણ હિસ્સો છે.