ભાજપે આજે હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણીને લઈને તેની પ્રથમ યાદી જાહેર કરી છે. આ યાદીમાં કુલ 62 ઉમેદવારોના નામ છે. મંગળવારે દિલ્હીમાં બીજેપી કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક મળી હતી, જેમાં હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણીના ઉમેદવારોના નામ પર મહોર લગાવવામાં આવી હતી. ભાજપે હજુ છ બેઠકો માટે ઉમેદવારોના નામ જાહેર કર્યા નથી. બીજી તરફ કોંગ્રેસે ગઈકાલે જ 46 બેઠકો માટે પોતાના ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા. કોંગ્રેસ ટૂંક સમયમાં બાકીના 22 ઉમેદવારોની જાહેરાત કરી શકે છે.