અમેરિકાનાં ભૂતપૂર્વ વિદેશ પ્રધાન હિલેરી ક્લિન્ટન આજથી બે દિવસ માટે ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે. તેઓ બિન-સરકારી સંસ્થા સેલ્ફ-એમ્પાવર્ડ વીમેન્સ એસોસિએશન (SEWA)નાં કાર્યક્રમો ભાગ લેશે અને આ સંસ્થાની સ્થાપના કરનાર દિવંગત ગાંધીવાદી સમાજસેવિકા ઈલા ભટ્ટને શ્રદ્ધાંજલિ પણ અર્પણ કરશે. ઈલાબેનનું 89 વર્ષની વયે ગયા વર્ષની બીજી નવેમ્બરે નિધન થયું હતું.