હિલેરી અને બિલ ક્લિન્ટના ઘેર અને બરાક ઓબામાની ન્યૂયોર્ક ઓફિસમાંથી પાર્સલ બોંબ મળી આવતાં સુરક્ષા એજન્સીઓના જીવ અદ્ધર થઈ ગયાં હતા. સિક્રેટ સર્વિસે તાબડતોબ તપાસ હાથ ધરીને બન્ને સ્થળેથી પાર્સલ બોંબને ઝડપી પાડયાં હતા. કોઈકે બિલ ક્લિન્ટના ઘેર અને ઓબામાની ઓફિસે ટપાલમાં બોંબ પેક કરીને મોકલ્યો હતો. અમેરિકી અખબાર ન્યૂયોર્ક ટાઈમ્સમાં આવેલી ખબર અનુસાર હિલેરી અને બિલ ક્લિટંન માટે આવેલા પત્રોની તપાસ દરમિયાન એક સંદિગ્ધ પેકેટ મળી આવ્યું હતું જેમાં વિસ્ફોટક ઉપકરણ રાખવામાં આવ્યું હતું. પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાની ઓફિસમાં પણ પાર્સલ બોંબ મોકલવામાં આવ્યો હતો. પરંતુ સુરક્ષા એજન્સીઓએ ચપળતા દાખવીને બન્ને ઠેકાણેથી પાર્સલ બોંબને ઝડપી પાડયો હતો. એફબીઆઈ, સીઆઈએ અને સ્થાનિક પોલીસે આખો વિસ્તાર સીલ કરીને વધુ તપાસ શરૂ કરી દીધી હતી.