કર્ણાટકની સ્કૂલો અને કોલેજોમાં ક્લાસરૂમમાં હિજાબ પહેરવાની માગણી કરનારી વિદ્યાર્થિનીઓને ગુરુવારે સુપ્રીમ કોર્ટ તરફથી પણ ફટકો પડયો છે. સુપ્રીમ કોર્ટે આ કેસની તાત્કાલિક સુનાવણીનો ઈનકાર કરી દીધો છે. એટલું જ નહીં કોર્ટે અરજદારોના વકીલ દેવદત્ત કામતને આ બાબતમાં સનસની નહીં ફેલાવવા માટે જણાવ્યું હતું. વધુમાં કોર્ટે સ્પષ્ટપણે કહ્યું હતું કે, હિજાબ વિવાદને પરીક્ષાઓ સાથે કોઈ લેવા દેવા નથી. કર્ણાટક હાઈકોર્ટે હિજાબ ઈસ્લામ ધર્મનું આવશ્યક અંગ નથી તેમ જણાવી ક્લાસરૂમમાં હિજાબ પહેરવા પર પ્રતિબંધ મુકતા રાજ્ય સરકારના નિર્ણયને યોગ્ય ઠેરવ્યો હતો.