કર્ણાટકમાંથી શરૂ થયેલો હિજાબ વિવાદ ધીમે ધીમે આખા દેશમાં ફેલાઈ રહ્યો છે. એવામાં દેશમાં સમાનતા અને ભાઈચારાને પ્રોત્સાહન આપવા તથા રાષ્ટ્રીય એકતા માટે શૈક્ષણિક સંસ્થાઓમાં કર્મચારીઓ અને વિદ્યાર્થીઓ માટે સમાન ડ્રેસ કોડ લાગુ કરવા શનિવારે સુપ્રીમ કોર્ટમાં એક પીઆઈએલ દાખલ થઈ છે. આ અરજીમાં કેન્દ્ર સરકાર, રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને સમાન ડ્રેસકોડ લાગુ કરવા આદેશ આપવા માટે આગ્રહ કરાયો છે. દરમિયાન કર્ણાટકમાં રાજ્ય સરકારે પીયુ કોલેજોની રજા ૧૫મી સુધી લંબાવી દીધી છે. રાજ્યમાં સર્જાયેલી તણાવપૂર્ણ સ્થિતિ પર નિયંત્રણ માટે પોલીસે દક્ષિણ કન્નડ અને ઉડુપીમાં ફ્લેગ માર્ચ કરી હતી.