કર્ણાટક સરકાર મુદ્દે સર્જાયેલી કટોકટી હવે મુંબઈ પહોંચી છે. બુધવારે બળવાખોર નેતાઓને મળવા માટે કર્ણાટક કોંગ્રેસના નેતા ડી. કે. શિવકુમાર મુંબઈ પહોંચતા હાઈપ્રોફાઈલ ડ્રામા સર્જાયો હતો. બીજી તરફ બળવાખોરોએ ન્યાય માટે અને પોતાના રાજીનામા સ્વીકારાય તે માટે દિલ્હીમાં સુપ્રીમમાં ધા નાખી હતી. ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસના સંકટમોચક શિવકુમારને હોટેલમાં પ્રવેશ મળ્યો નહોતો અને આશરે સાડા છ કલાક સુધી તેઓ હોટેલની બહાર બેસી રહ્યા હતા. ડી. કે. શિવકુમાર હોટેલમાં પહોંચ્યા હતા પણ પોલીસે તેમને અટકાવી દીધા હતા. તેમણે પોલીસને કહ્યું હતું કે મેં આ હોટેલમાં બુકિંગ કરાવ્યું છે. મારા કેટલાક મિત્રો અહીં રોકાયા છે અને એમની વચ્ચે કોઈ સમસ્યા થઈ છે. એના માટે હું તેમને મળવા આવ્યો છું. હું વિધાનસભ્યોને મળીશ. અમે એકબીજાનું સન્માન કરીએ છીએ. ડરાવવા કે ધમકાવવાની વાત નથી.