લોકસભા ચૂંટણી માટે ઉત્સાહભેર મતદાન ચાલી રહ્યું છે. ગુજરાતમાં પણ મતદારોમાં સારો એવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ગરમી વચ્ચે સવારના 9 વાગ્યા સુધીના મતદાન ટકાવારીના આંકડા ચૂંટણી પંચ દ્વારા જાહેર કરી દેવામાં આવ્યા હતા. તે અનુસાર અત્યાર સુધીમાં ગુજરાતમાં 25 બેઠકો પર સરેરાશ 9.87% મતદાન થયું હતું. હવે 11 વાગ્યા સુધી મતદાન ટકાવારીના આંકડા જાહેર કરવામાં આવ્યા
બેઠક 11 વાગ્યા સુધી
અમદાવાદ પૂર્વ 21.64%
અમદાવાદ પશ્ચિમ 21.15%
અમરેલી 21.89%
આણંદ 26.88%
બારડોલી 27.77%
ભરૂચ 27.52%
બનાસકાંઠા 30.27%
ભાવનગર 22.33%
છોટા ઉદેપુર 26.58%
દાહોદ 26.35%
ગાંધીનગર 25.67%
જામનગર 20.85%
જૂનાગઢ 23.32%
ખેડા બેઠક 23.76%
કચ્છ બેઠક 23.22%
મહેસાણા 24.82%
નવસારી 23.25%
પોરબંદર 19.83%
પંચમહાલ 23.28%
પાટણ 23.53%
રાજકોટ 24.56%
સાબરકાંઠા 27.50%
સુરેન્દ્રનગર 22.76%
વડોદરા 20.77%
વલસાડ 28.71%
કઈ બેઠક પર વધુ અને કઈ બેઠક પર ઓછું મતદાન?
અત્યાર સુધીના આંકડા પર નજર કરીએ પોરંબદરની બેઠક પર સૌથી ઓછું 19.83% મતદાન થયું છે. જ્યારે સૌથી વધુ મતદાન બનાસકાંઠા બેઠક પર થયું હતું જ્યાંથી કોંગ્રેસના ચર્ચિત નેતા ગેનીબેન ઠાકોર ચૂંટણી મેદાને ઉતાર્યા છે. બનાસકાંઠામાં 30.27% મતદાન થયું છે.