વૈશ્વિક રૂ બજારમાં તેજી જોવા મળી. વિયેટનામ અને ચીનની સારી માગને લઈને નિકાસ વેપાર વધતા ન્યૂયોર્ક વાયદો વધીને બે વર્ષની ઊંચી સપાટીએ પહોંચ્યો. નોટબંધીને કારણે ભારતમાંથી રુ ખરીદતા આયાતકારો અમેરિકા સહિતના દેશો તરફ વળતા રૂના ભાવમાં તેજી જોવા મળી. વૈશ્વિક તેજીથી ઘરઆંગણે પણ રૂના ભાવ 43,000 થી 43,500 રુપિયાની સપાટીએ પહોચ્યા. જે વધીને 45,000ની સપાટીએ પહોંચે તેવી સંભાવના છે.