કોરોનાના કહેરથી ન્યાયપાલિકા પણ બાકાત રહી નથી. ગુજરાત હાઇકોર્ટના 6 કર્મચારીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા કોર્ટ પરિસરને માઇક્રોકન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યું છે. જેના લીધે આગામી 3 દિવસ માટે હાઇકોર્ટની સંપૂર્ણ કામગીરી બંધ રહેશે.
હાલમાં જ હાઈકોર્ટના 6 કર્મચારી અને એક વિજિલન્સ વિભાગના કોન્સ્ટેબલ એમ સાત લોકોને કોરોના પોઝિટિવ આવતા ખળભળાટ મચી ગયો હતો. એ પહેલાં હાઇકોર્ટમાં કુલ 231 કર્મચારીઓના કોરોના રિપોર્ટ કરવામાં આવ્યા હતા. સરકારની ગાઈડલાઈન મુજબ ગઈકાલે અમદાવાદમાં 14 નવા માઇક્રોકન્ટેન્ટ ઝોન જાહેર કરાયા છે. જેમાં હાઇકોર્ટ પરિસરનો પણ સમાવેશ થાય છે. જેને લઇ આગામી તા. 8,9,10 જુલાઈ હાઈકોર્ટ સંપૂર્ણ બંધ રહેશે. આ દિવસોમાં હાઇકોર્ટ બિલ્ડિંગમાં સેનીટાઇઝિંગની કામગીરી હાથ ધરવામાં આવશે. જોકે, કેસોની સુનવણી તા. 13 અને 14એ હાથ ધરવામાં આવશે.