દિલ્હી વિધાનસભા સત્રનો આજે બીજો દિવસ છે. કેગનો રિપોર્ટ આજે વિધાનસભામાં રજૂ કરવામાં આવનાર છે. વિધાનસભાના અધ્યક્ષ વિજેન્દ્ર ગુપ્તાએ વિપક્ષના નેતા આતિશી સહિત આમ આદમી પાર્ટી (AAP)ના તમામ 22 ધારાસભ્યોને દિવસ માટે સસ્પેન્ડ કરી દીધા છે. સસ્પેન્ડ કર્યા બાદ AAPના તમામ ધારાસભ્યોએ દિલ્હી વિધાનસભાની બહાર વિરોધ પ્રદર્શન શરૂ કરી દીધું હતું.