ભારત અને પાકિસ્તાન વચ્ચે વધી રહેલા તણાવની અસર ક્રિકેટ પર પણ પડી રહી છે. એવી સંભાવના જતાવવામાં આવી રહી છે કે, ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે રમવામાં આવનારી પાંચ મેચોની વનડે શ્રેણીની અંતિમ બે મેચો માટે જગ્યામાં બદલાવ થઈ શકે છે. ટીમ ઇન્ડિયા અને ઑસ્ટ્રેલિયા વચ્ચે ચોથી અને પાંચમી વનડે ક્રમશ: મોહાલી અને દિલ્હીમાં રમાવાની હતી.
પરંતુ હાલની પરિસ્થિતિને જોતા મેચનું સ્થળ બદલાઇ શકે છે. મોહાલીનું સ્ટેડિયમ ભારતીય વાયુસેનાનાં બેઝની નજીક આવેલું છે. ભારત-ઑસ્ટ્રેલિયાની વચ્ચે 10 માર્ચનાં રોજ મોહાલીમાં મેચ રમાશે, જ્યારે દિલ્હીમાં 13 માર્ચનાં રોજ બંને દેશો વચ્ચે મુકાબલો યોજાશે. સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે મોહાલી અને દિલ્હીની મેચ કોલકાતા અને બેંગલુરૂમાં સ્થળાંતરિત કરવામાં આવી શકે છે. મહત્વનું છે કે, ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે રમવામાં આવનારી આ સીરીઝની પહેલી મેચ શનિવારનાં રોજ હૈદરાબાદમાં રમાશે.