સુરેન્દ્રનગરમાં તલાટીની પરીક્ષા દરમિયાન હાઈટેક ચોરીની ઘટના સામે આવી. આ કેસમાં પોલીસે 2 આરોપીની ધરપકડ કરી, જેમાં ભાજપ યુવા મોરચાના પૂર્વ હોદ્દેદારનો પણ સમાવેશ થાય છે. આરોપીઓ ગંજીમાં છુપાવેલા સાધનોની મદદથી ચાલુ પરીક્ષાએ જવાબ લખાવતા હતા. જેના માટે માઈક્રો બ્લુટુથનો ઉપયોગ કરેલો.