ગુજરાત હાઇકોર્ટના ન્યાયાધીશ જે.બી.પારડીવાલા અને ન્યાયાધીશ ઇલેશ વોરાની ડિવિઝન બેંચે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ COVID-19ના દર્દીઓની સારવારની ગુણવત્તા અને કામકાજની સ્થિતિ જાણવા માટે આશ્ચર્યજનક મુલાકાત માટે તબીબી સ્ટાફને તૈયાર રહેવા જણાવ્યુ છે.
રાજ્યમાં ખાસ કરીને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કોરોના વાયરસના સંકટના નબળા સંચાલન અને ગેરવહીવટ અંગે બેંચ દ્વારા કરવામાં આવેલી આકરી ટીકા સામે લડવાના પ્રયાસમાં કરાયેલી અરજીની સુનાવણીની માંગ માટે ગુજરાત સરકાર હાઇકોર્ટમાં દોડી આવી હતી. જે બાદ આ ચેતવણી આપવામાં આવી છે.
ખંડપીઠે જણાવ્યુ હતું કે, “સિવિલ હોસ્પિટલના સુપરિટેન્ડન્ટ અને ગુજરાતના આરોગ્ય વિભાગના અન્ય અધિકારીઓ સિવિલ હોસ્પિટલમાં એક દિવસ અમારી હાજરી માટે પોતાને તૈયાર રાખશે. જેનાથી અમદાવાદની સિવિલ હોસ્પિટલની કામગીરીને લગતા તમામ વિવાદોનો અંત આવશે.