આર્મ્સ એક્ટના ગુનાના આરોપીને નહીં મારવા બદલ આઠ લાખ રૂપિયાના લાંચના ગુનામાં ભૂગર્ભમાં જતા રહેલા જેતપુરના નાયબ પોલીસ અધિક્ષક (DYSP) જે.એમ. ભરવાડે કરેલી આગોતરા જામીન અરજી હાઇકોર્ટના જસ્ટિસ એ.જે. દેસાઇએ ફગાવી દેવાનો હુકમ કર્યો છે. હાઇકોર્ટે અવલોકન કર્યું હતું કે, અરજદાર અને લાંચ લેતા ઝડપાયેલા કોન્સ્ટેબલ વિશાલ સોનારા વચ્ચે વોટસએપ પરના સંવાદો, વિશાલ અને લાંચ અંગેની ફરિયાદ કરનારા ફરિયાદી વચ્ચેની વાતચીતની ટ્રાન્સક્રિપ્ટમાં ઘણી વખત અરજદાર ભરવાડના નામનો ઉલ્લેખ છે. ઉપરાંત આરોપી વિશાલે એસીબી સમક્ષ આપેલા નિવેદનમાં ભરવાડના કહેવાથી નાણાં લીધા હોવાની કબૂલાત કરી છે. આમ અરજદાર આરોપી સામે ત્રણ બાબતોથી પ્રથમદ્દષ્ટિએ સંડોવણી જણાય છે. જેથી અરજી રદ કરવામાં આવે છે.