શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સામેની ઇલેક્શન પિટિશનની સુનાવણીમાં ગુજરાત હાઇકોર્ટે રાજ્ય સરકાર અને ધવલ જાનીના વકીલની ઝાટકણી કાઢી હતી. રિટર્નિંગ ઓફિસર ધવલ જાની સામે આકરી પેનલ્ટીના નિર્દેશો હોવા છતા તેને શા માટે પ્રમોશન આપવામાં આવ્યુ છે? હાઇકોર્ટે એવી ટકોર કરી હતી કે ચૂંટણીમાં ભ્રષ્ટ આચરણ બદલ પણ ચૂંટણી પ્રક્રિયા રદ થઇ શકે છે.
મહત્વનું છે કે કોર્ટે ચુડાસમાને જવાબ રજૂ કરવા આદેશ કર્યો છે. આ અંગે વધુ સુનાવણી 15મી નવેમ્બરે હાથ ધરાશે. જણાવી દઈએ કે ધોળકા મતક્ષેત્રના કોગ્રેંસના ઉમેદવાર અશ્વિન રાઠોડે હાઇકોર્ટમાં ભૂપેન્દ્રસિહ ચુડાસમા સામે ઇલેક્શન પિટિશન કરી છે.