અમદાવાદના નિત્યાનંદ આશ્રમમાંથી બેંગાલુરૂના પરિવારની યુવતીઓ (નિત્યાનંદિતા અને તત્વાપ્રિયા આનંદા) ગુમ થવા મામલે ગુજરાત હાઈકોર્ટમાં તેના પિતા જનાર્દન શર્માએ હેબિયસ કોર્પસ રીટ દાખલ કરેલી છે. આ મામલે આજે (મંગળવારે) હાઈકોર્ટમાં સુનાવણી થઈ હતી. આ દરમિયાન હાઈકોર્ટે તપાસ એજન્સીઓને નિર્દેશ કર્યો હતો કે, ત્રિનિદાદ જવુ પડે તો જાવ પણ બન્ને યુવતીઓને હાજર કરો. અમને બન્ને યુવતીઓની ચિંતા છે.આ યુવતીઓ કોઈના દબાણમાં છે કે, કેમ તે જાણવું જરૂરી છે. આ ઉપરાંત હાઈકોર્ટે બન્ને યુવતીઓના લોકેશન શોધવા માટે પોલીસને ભારતીય દૂતાવાસોની મદદ લેવા માટે કહ્યું છે. આ મામલે વધુ સુનાવણી 10 ડિસેમ્બરના રોજ કરવામાં આવશે.