જમીન કૌભાંડ કેસમાં આરોપી ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેનની જામીન અરજી પર ઝારખંડ હાઇકોર્ટે પોતાનો ફેંસલો સંભળાવી દીધો છે. શુક્રવારે હાઇકોર્ટે હેમંત સોરેનને જામીન આપી દીધા છે. હાઇકોર્ટમાંથી જામીન મળતાં હેમંત સોરેનને મોટી રાહત મળી છે. આ પહેલાં 13 જૂને સુનાવણી દરમિયાન ઇડી અને બચાવપક્ષ તરફથી ચર્ચા પુરી કરવામાં આવી હતી. બંને પક્ષોને સાંભળ્યા બાદ કોર્ટે પોતાનો ચુકાદો પેન્ડિંગ રાખ્યો હતો.