ગુજરાતમાં કોરોના વાયરસને ફેલાતો અટકાવા માટે હાઇકોર્ટે સામેથી સુઓમોટો અરજી દાખલ કરી છે. કોરોના વાઇરસ અંગે રાજ્યભરમાં જાગૃતિ માટે કામગીરી અને પ્રિવેન્ટીવ મેજર્સ લેવા માટે સરકારને હાઈકોર્ટે નિર્દેશો આપ્યા છે. કોરોના વાયરસને જાહેર હિતનો મુદ્દો ગણાવી ગુજરાત હાઇકોર્ટે સુઓમોટો અરજી દાખલ કરી છે, અને સરકારને કેટલાક નિર્દેશો આપ્યા છે. કોરોના વાયરસ ફેલાતો અટકાવવા માટે હાઇકોર્ટે પરિસરમાં ઝીરો એરર ફ્રી ક્લિનનેસ, સેનિટેશન સહિતના મુદ્દાઓ પર ત્વરિત કામગીરી માટેના નિર્દેશ આપ્યા છે.
કોર્ટે હસ્ત ધનૂનના બદલે નમસ્તેનો આગ્રહ રાખવા કહ્યું છે. રાજ્યભરમાં જાહેરસભાઓ કે પબ્લિક ગેધરિંગ અતિ આવશ્યક ન હોય ત્યાં સુધી ટાળવા જણાવ્યું છે. કેન્દ્ર અને રાજ્ય સરકારે કોરોના વાઈરસ માટે જારી કરેલી એડ્વાઈઝરીનું ચુસ્તપણે પાલન કરવામાં આવે તેવું પણ કોર્ટે સ્પષ્ટ જણાવ્યું હતું.