શહેરના બિસ્માર રસ્તાઓ મામલે ગુજરાત હાઈકોર્ટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો ઉધડો લઈ ટકોર કરી હતી કે કોર્પોરેશન કઈ કામગીરીમાં વાઈબ્રન્ટ દેખાય છે? રસ્તા મામલે તંત્રે રજૂ કરેલા રીપોર્ટ પર હાઈકોર્ટે નારાજગી વ્યક્ત કરી જણાવ્યું હતું કે મેટ્રો પાસેના રસ્તાઓ હજુ પણ તૂટેલા જ છે. જરૂર પડશે તો કોર્ટ કમિશન નીમવા હાઈકોર્ટે સંકેત આપ્યો હતો. નાગરિકોની સ્વાસ્થ્ય સાથે ચેડાં થઈ રહ્યાં છે.