હરિયાણાના નૂહમાં હિંસાને કારણે છ લોકોએ જીવ ગુમાવ્યો છે. હિંસાની ઘટનાઓ બાદ પ્રશાસન દ્વારા ૬૦૦ જેટલી ગેરકાયદે ઇમારતો તોડી પાડવામાં આવી હતી. એવામાં સરકાર દ્વારા ચલાવવામાં આવી રહેલા બુલડોઝર પર હાઇકોર્ટે બ્રેક લગાવી દીધી છે. હરિયાણા-પંજાબ હાઇકોર્ટે ડિમોલિશન ડ્રાઇવની સુઓમોટો દ્વારા નોંધ લીધી હતી અને હાલ તોડફોડ રોકવાના આદેશ આપ્યા હતા. જેને પગલે હાલ હરિયાણા સરકારની આ ડિમોલિશન ડ્રાઇવને અટકાવી દેવામાં આવી છે.