લોકસભામાં વક્ફ સંશોધન બિલ (Waqf Amendment Bill 2025)ને મંજૂરી મળ્યા બાદ ઉત્તર પ્રદેશમાં હાઈએલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેના કારણે નોઈડા પોલીસે જિલ્લાની 241 મસ્જિદોના ઈમામોને નોટિસ મોકલી છે. સૂત્રોના જણાવ્યા મુજબ નોઈડામાં કોઈ અનિચ્છની ઘટના ન બને તે હેતુસર પોલીસે આ કાર્યવાહી કરી છે. પોલીસની ટીમે ગુરુવારે જિલ્લાની તમામ મસ્જિદોના ઈમામ અને કમિટિના લોકો સાથે ચર્ચા કરી હતી. આ ઉપરાંત પોલીસે 28 સંવોદનશીલ વિસ્તારોમાં પણ વિશેષ નજર રાખી રહી છે.