પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સરહદે અડીને આવેલા કચ્છ, પાટણ અને બનાસકાંઠા તેમજ દરિયાઈ વિસ્તારમાં આવેલા જિલ્લાના ગામોના સ્વાસ્થ્ય કેન્દ્રોમાં દવાઓનો જથ્થો તૈયાર રાખવા માટે હેલ્થ વિભાગે જણાવી દીધું છે. તમામ ગામોના પીએચસી અને સીએચસી કેન્દ્રોમાં દવાઓનો સ્ટોક અને જરૂરી મેડિકલ સુવિધા સજ્જ રાખવા આદેશ આપી દેવામાં આવ્યો છે. મહત્વનું છે કે, આજે કચ્છ અને જામનગરના એરફોર્સ સ્ટેશનનોને સ્ટેન્ડ ટુ રાખવામાં આવ્યા છે.