કચ્છની દરિયાઇ સીમામાંથી પાકિસ્તાનના મરિન કમાન્ડો અને આતંકીઓ હુમલા કરી શકે તેવી બાતમીના પગલે કોસ્ટગાર્ડ સહિતની સુરક્ષા પાંખને એલર્ટ કરી દેવામાં આવી છે. ગુરુવારે સમગ્ર કચ્છમાં હાઇ-એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. આ ઉપરાંત, રાજ્યભરમાં કાયદો અને વ્યવસ્થાના મુદ્દે પણ સજાગતા જાળવવાની કવાયત શરૂ થઈ ગઈ છે.
જમ્મુ અને કાશ્મીર સંબંધી બંધારણના આર્િટકલ ૩૭૦ રદ કર્યા બાદ પાકિસ્તાનના મરિન કમાન્ડો દ્વારા જૈશ-એ-મોહમ્મદના જેહાદી આતંકવાદીઓને અંન્ડર વોટર બ્લાસ્ટ કરવાની ટ્રેનિંગ આપી હોવાની નેવીના ચીફ એડમિરલ કરમબીર સિંગે ચેતવણી આપી હતી. હવે સિક્યોરિટી એજન્સીઓને બાતમી મળી હતી કે, કચ્છની દરિયાઇ સીમામા હુમલા થઈ શકે છે. પરિણામે, કચ્છના કંડલા અને મુન્દ્રાના બંદરો સહિત ગુજરાતના સાગરકાંઠે હાઇએલર્ટ આપી દેવામાં આવ્યું છે. એલર્ટના પગલે ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ, કસ્ટમ, મરિન પોલીસ, બીએસએફની સાથે સેન્ટ્રલ સિકયોરિટી એજન્સીઓએ સર્ચ ઓપરેશન શરૂ કરી દીધા છે. કોસ્ટ ગાર્ડ દ્વારા દરિયાઇ માર્ગે આતંકી હુમલા થઇ શકે છે તેવું એલર્ટ જાહેર કરાયું હતું.