કોરોનાની મહામારી વચ્ચ લાંબા સમયથી દેશભરમાં લોકડાઉન છે ત્યારે પરપ્રાંતિય શ્રમિકો પોતાના વતન પરત ફરવા મીટ માંડીને બેઠા છે. ભાવનગરના ચિત્રા GIDCમાં વસવાટ કરતા 72 શ્રમિકોએ વગર મંજૂરીએ કન્ટેનરનો સહારો મેળવી બંધ બોડીના કન્ટેનરમાં બિહાર જવા નિકળતા નારી ચોકડી પાસે પોલીસે કન્ટેનર ઝડપી પાડી 72 શ્રમિકોનું મેડીકલ કરાવ્યા બાદ શેલ્ડર હોમ ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. પોલીસે કન્ટેનરના ચાલક અને માલિક સામે ગુનો નોંધ્યો છે. અમદાવાદ માલ ઉતારી કન્ટેનર માલિકની સુચના બાદ ચાલક કન્ટેનર લઇ ભાવનગર આવી પહોંચ્યો હોવાનું ખુલ્યું હતું. આ તમામ મજૂર પાસેથી ત્રણ-ત્રણ હજાર ભાડું નક્કી કરવામાં આવ્યું હોવાની પણ માહિતી સામે આવી હતી.