ઇઝરાયેલ પર ગમે ત્યારે ઇરાન મોટા હુમલા કરી શકે છે, જોકે તે પહેલા ઇઝબુલ્લાહે એક સાથે ૩૦ રોકેટ છોડયા હતા અને ઇઝરાયેલના સૈન્ય બેઝને ભારે નુકસાન પહોંચાડયું હતું. ઇઝરાયેલે જણાવ્યું હતું કે રવિવારે આખી રાત લેબનોનથી હિઝબુલ્લાહે રોકેટમારો ચાલુ રાખ્યો હતો. આ તમામ રોકેટ કબારી પ્રાંતમાં પડયા હતા, જોકે કોઇ મોટી જાનહાની સામે નથી આવી, જ્યારે ઇરાન પણ ગમે ત્યારે હુમલા શરૂ કરી શકે છે. આ ભીતિ વચ્ચે ઇઝરાયેલે પોતાના દેશના તમામ સુરક્ષાદળો માટે વિદેશ પ્રવાસ સસ્પેન્ડ કરી દીધો છે.