કાશ્મીરના શ્રીનગરમાં રવિવાર બપોર બાદ થયેલાં એન્કાઉન્ટરમાં સુરક્ષાદળોની સંયુક્ત ટુકડીઓએ હિઝબુલ મુજાહિદ્દીનના ટોચના કમાન્ડર સૈફુલ્લાહને ઠાર માર્યો હતો. પોલીસને શ્રીનગરના રંગરેથ વિસ્તારમાં આતંકવાદીઓ સંતાયા હોવાની બાતમી મળતાં સુરક્ષાદળોએ સમગ્ર વિસ્તારને ઘેરી લઇ સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. જે દરમિયાન આતંકવાદીઓ એક રેસિડેન્શિયલ એરિયામાં સપડાઇ જતાં તેમણે સુરક્ષાદળો પર ફાયરિંગ શરૂ કરી દીધું હતું. સર્ચ ઓપરેશન દરમિયાન કેટલાંક તોફાનીઓ સડકો પર આવી ગયાં હતાં પરંતુ સીઆરપીએફે અશ્રુવાયુ છોડીને ટોળાને વિખેરી નાખ્યું હતું. આ પ્રદર્શનની આડમાં આતંકવાદીઓએ નાસવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ સેનાએ ત્વરિત કાર્યવાહી કરતાં હિઝબુલ મુજાહિદ્દીનનો ટોચનો કમાન્ડર સૈફુલ્લાહ ઉર્ફે ગાઝી હૈદર માર્યો ગયો હતો.