ગીર સામનાથના વેરાવળ બંદર પરથી એક શંકાસ્પદ બોટમાંથી પોલીસે અંદાજીત 350 કરોડની કિંમતનો 50 કિલો હેરોઈનનો જથ્થો ઝડપી લીધો હતો. સાથે ત્રણ મુખ્ય આરોપીઓ સહિત નવ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. મોડી રાત્રે બાતમીને આધારે પોલીસે શંકાસ્પદ ફિશિંગ બોટને ઝડપી પાડીને નશીલો જથ્થો કબજે કર્યો હતો.