રાજ્યમાં સરકારી બાબુ હ્રદય રોગનો ભોગ બની રહ્યા છે. મુખ્ય સચિવ જે.એન.સિંઘ અને ઈન્ચાર્જ મુખ્ય સચિવ પી.કે.તનેજાને હ્રદયની નળીના બ્લોકેજ બાદ બે વધુ અધિકારી યુ.એન.મહેતામાં દાખલ થયા. રિટાયર્ડ IAS એસ.કે.નંદા અને પશુપાલન વિભાગના એસ.મુરલીક્રિશ્નન. બંનેને છાતીમાં દુખાવો ઉપડયો હતો. શું બાબુઓમાં હ્રદયરોગનું પ્રમાણ વધ્યું? સિવિલના કાર્ડિયોલોજી ડિપા.ના વડા કહે છે, 6 મહિને 4-5 બાબુઓ હોય છે જ.