ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેનને મની લોન્ડરિંગ કેસમાં જામીન મળી ગયા છે. ઝારખંડ હાઇકોર્ટે હેમંત સોરેનને ઇડીના લેન્ડ સ્કેમ કેસમાં જામીન પર છોડયા હતા. સાથે જ સોરેનને ૫૦ હજાર રૂપિયાના બોન્ડ પણ જમા કરવા માટે કહ્યું હતું. આ વર્ષે જાન્યુઆરીના અંતમાં હેમંત સોરેનની ઇડી દ્વારા ધરપકડ કરાઇ હતી. તેઓ આશરે પાંચ મહિના સુધી જેલમાં રહ્યા હતા. જામીન પર છોડતી વેળાએ હાઇકોર્ટે એ પણ નોંધ્યું હતું કે પ્રથમ દ્રષ્ટીએ હેમંત સોરેન દોષિત હોય તેમ નથી લાગી રહ્યું. તેથી તેમને જામીન પર છોડવાથી કોઇ અપરાધ થાય તેમ નથી લાગી રહ્યું.